MatterMngt
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

EDUCATIONAL ACTIVITIES

 

શૈક્ષણિક પ્ર​વૃત્તિઓ

 

    વાલીની આર્થિક સંકડામણના કારણોસર બાળકનું ભણતર અધૂરું રહે નહિ અને તેનો અભ્યાસ ચાલુ રહે તેવા આશયથી જરૂરિયાતવાળા વિધાર્થીઓને સંસ્થા છેલ્લા સાત વર્ષથી શાળા ફી સહાય ધો.૧ થી ૧૨ માટે આપે છે. સંસ્થાના ટ્રસ્ટીઓ જાતે શાળાઓમાં રૂબરૂ જઈ આખા વર્ષની શાળા ફી શાળાના નામના ચેકથી ભરી આવે છે. બહાર ગામના વિધાર્થીઓના વાલીને બોલાવી તેમની શાળાના નામના ચેક અપાય છે. આ સહાયનો લાભ પ્રતિવર્ષ ૮૦ જેટલા વિધાર્થીઓ લે છે.

 

    શિક્ષણ સહાય માટે જરૂરી ભંડોળ દાતાઓ તરફથી મળી રહેતાં છેલ્લા ચાર વર્ષથી કોલેજ કક્ષાએ રત્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા અને ડિગ્રી એજીનિયરીંગના જરૂરતમંદ વિધાર્થીઓને સહાય કરવામાં આવે છે.

 

    પ્રતિવર્ષ મે માસમાં વિધાર્થીઓ માટે જરૂરી ફૂલસ્કેપ ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે. જેનો લાભ સમાજના અનેક વિધાર્થીઓ લઈ રહ્યા છે.

 

   અંબાજી ખાતેની નિવાસી આશ્રમ શાળાઓમાં દાતાઓના સહયોગથી ચોપડા, નોટો, પેન, ગણવેશ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

   જરૂરિયાતવાળી ચુનંદી શાળાઓના વિધાર્થીઓ માટે કોમ્યુટર, પ્રિન્ટર, વોટર પ્યુરીફાયર, વોટર કુલર, ગાદલા, ચોરસ, સ્લીપર્સ અને કપડાં જેવી વસ્તુઓ આપવામાં આવ્યા કરે છે.

 

   અમદાવાદ શહેરની આર્થિક રીતે પછાત વિસ્તારની મ્યુનિસિપલ શાળાઓમાં ગણવેશ, ચોપડા, પેન વગેરેનું વિતરણ કરવામાં આવે છે.